Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં સતત થઇ રહેલ આતંકવાદી હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં સતત થઇ રહેલ આતંકવાદી હુમલાની નિંદા કરી છે ગુરુવારના રોજ અફઘાનિસ્તાનના દક્ષિણી કલાત-એ-ગિલજે શહેરમાં ખુફિયા સુરક્ષા એજન્સીના કાર્યાલય અફઘાન નેશનલ ડાયરેક્ટરને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેની ઝપેટમાં નજીકની હોસ્પિટલ પણ આવી ગઈ હતી.

          આ પ્રકારના હુમલા અવારનવાર થતા રહેવાના કારણોસર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે  આ હુમલાની નિંદા કરી છે આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત નિપજ્યા છે તેમજ 95થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:59 pm IST)