Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોટી ઉંમરે પોતાની જાતને યુવાન અનુભવો અને લાંબુ જીવો-એક અભ્યાસ

અવાર નવાર થતા અભ્યાસોમાં એવું કહેવામાં આવે છે કે, યુવાની અનુભવવાથી લાંબુ જીવવામાં મદદ મળે છે. હવે એક નવા રિસર્ચમાં મોટી ઉંમરના વૃધ્ધોને મગજમાં યુવાન હોવાનું અનુભવવા માટેના પોઇન્ટ સૂચવવામાં આવ્યા છે.

જર્મનીની ફ્રાઇડરીચ શીલર યુનિવર્સિટીના પોસ્ટ ડોકટરલ સાયકોલોજીના રિસર્ચર જેનીફર બેલીંગર કહે છે કે જયારે તમે તમારી વિચારધારા પર કાબુ મેળવતા થઇ જશો. ત્યારે તમે તમારી જાતને યુવાન અનુભવવા લાગશો.

બેલીંગરના રિસર્ચમાં ૬૦ થી ૯૦ વર્ષની વય ધરાવતા ૧૧૬ વ્યકિતઓ અને ૧૮ થી ૩૬ ની વયના ૧૦૬ વ્યકિતઓને ૭ દિવસ સુધી દરરોજ સમાવેશ કરાયા હતા. દર વખતે તે લોકોને તે દિવસે અત્યારે તેઓ કેટલી ઉંમરના હોવાનો અનુભવ કરે છે અને તે દિવસે તેઓ પોતાના જીવનને કેવી રીતે કન્ટ્રોલ કરે છે અને તે કેવી રીતે કહે છે તેમ પુછવામાં આવતું હતું.

બેલીંગરના અભ્યાસના તારણ મુજબ જયારે તમે નિયંત્રીત હોવાનું અનુભવો છો ત્યારે તમે વધુ યુવાન હોવાનું અનુભવો છો અને જયારે તમે તમારી જાતને ઉંમર કરતા વધુ યુવાન અનુભવો છો ત્યારે તમારૃં ડીમેન્શીયાનું જોખમ ઘટે છે અને માનસિક આરોગ્ય સુધરે છે. આ રિસર્ચ એમ પણ કહે છે કે તમારી ખરેખર ઉંમર કરતા તમે જે ઉંમર અનુભવો છો તે વધારે અગત્યનું છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:34 pm IST)