Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

૩ સંતાનોને સ્ટ્રોલરમાં લઇને આ બહેને ૩ કલાકમાં પૂરી કરી મેરથોન

ન્યુયોર્ક તા. ર૦: અમેરિકાના મોન્ટાનામાં યોજાયેલી મેરથોનમાં ૩પ વર્ષની સ્િન્થિયા આર્નોલ્ડ નામની મહિલાએ પોતાના ત્રણ સંતાનોની સાથે સૌથી ઝડપી મેરથોન પૂરી કરવાનો અનઓફિશ્યલ રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાના ત્રણેય સંતાનોને એક સ્ટ્રોલરમાં બેસાડી દીધા હતા અને એને પુશ કરીને સિન્થિયાએ ત્રણ કલાકમાં આખી મેરથોન પૂરી કરી હતી. હાલમાં સ્ટ્રોલર સાથે સૌથી ઝડપી મેરથોન દોડવાનો રેકોર્ડ ચાર કલાક અને દસ મિનિટોમાં જ આખી મેરથોન પૂરી કરી લીધી હતી. જોકે એનું ઓફિશ્યલ ડોકયુમેન્ટેશન ન થયું હોવાથી તેનું આ કારનામું ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન નહિં પામે.

(3:34 pm IST)