Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોંગો નદીમાં નાવડી ડૂબી જતા 27નો પાણીમાં ગરકાવ

નવી દિલ્હી:ઉત્તરીય પ્રજાસત્તાક કોન્ગોમાં કોન્ગો નદીની એક શાખામાં મુસાફરોથી ભરચક એક હોડી ઉંધી પડી જતાં ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું.'ગઇ રાત્રે હોડી ડુબી જતાં અમે મોંગાલા નદીમાંથી અમે ૨૭ મૃત્યુદેહને બહાર કાઢ્યા હતા'એમ પ્રાંતિય ગવર્નર આલ્ફા બેલો-ગ્વાતાએ કહ્યું હતું. હજુ પણ કેટલાક મૃત્યુદેહ પાણીની અંદર હતા જેને કાઢવા માટે બચાવ ટુકડીઓ પ્રયાસ કરી રહી હતી.

આ ઘટનામાં બચી ગયેલા જુનિયર મોઝોબો એ કહ્યું હતું કે મોટાભાગના વેપારીઓ અને વિદ્યાર્થીઓ સાથે હોડીમાં ૬૦ લોકો હતા. હોડી ખૂબ જુની અને નુકસાન વાળી  હોવા છતાં ચાલકે મોટી સંખ્યામાં મુસાફરોને ભરી લીધા હતા. ઉપરાંત અંધારામાં તેણે હોડી ચલાવી હતી. સત્તાવાળાઓ હોડીના માલીકને શોધી રહ્યા હતા જે આ ઘટના પછી ભાગી ગયો હતો.

(4:55 pm IST)