Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મેક્સિકોમાં મૃતદેહને રાખવા માટે થઇ રહ્યો છે આ ટ્રકનો ઉપયોગ

નવી દિલ્હી:પશ્ચિમી મેક્સિકોના એક શહેરમાં શબને રાખવા માટે શબગૃહ ઓછા પડી રહ્યા છે અને ટ્રકોનો તેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં રોડ પર એવા અનેક ટ્રક જોવા મળશે જેને રેફ્રિજરેટરનુ રૂપ આપીને શબગૃહની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક સાર્વજનિક બિઝનેસ બની ગયો છે. આ દેશના આ વિસ્તારમાં ડ્રગ્સની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કરી લીધુ છે. મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. મેક્સિકો ડ્રગ્સ અને મર્ડરને કારણે સમગ્ર દુનિયામાં બદનામ છે.

જલિસ્કોમાં આ વર્ષે અત્યાર સુધી 16,339 લોકોની હત્યા થઈ ચુકી છે. દુનિયામાં મર્ડર રેટના અંદજથી મેક્સિકો 20માં સ્થાનપર છે. આ સપ્ટેમ્બરમાં મેક્સિકોમાં કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે સમગ્ર દેશમાં તેની ટીકા થઈ રહી છે.શહેરમાં ટ્રકોમાં બનાવેલ શબગૃહના કારણે લોકોને રસ્તા પરથી અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ ટ્રકો જ્યારે રસ્તા પરથી પસાર થયા ત્યારે લોકોને ઘણી મુશ્કેલી પડી. નેશનલ હ્યુમન રાઈટસ કમિશને આ ઘટનાની નિંદા કરતા જણાવ્યુ કે આવુ કરવાથી મૃતકોનુ સન્માન પણ જાળવવામાં નથી આવી રહ્યુ.

(4:54 pm IST)