Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

૧૦૦ પ્‍લેટ સુશી ખાઇ જતાં અનલિમિટેડ ભોજન પીરસતી રેસ્‍ટોરાંએ આ ભાઇને ફરી આવવાની ના પાડી દીધી

બર્લિન તા. ર૦ :.. મોટા ભાગે રેસ્‍ટોરાંમાં બુફે લંચ કે ડિનર અનલિમીટેડ હોય છે. જર્મનીના બવેરિયા રાજયના લેન્‍ડશટ ટાઉનની રનિંગ સુશી નામની રેસ્‍ટોરાંએ પણ આવી અનલિમીટેડ ઓફર કાઢી હતી. જો કે એક કડવા અનુભવ પછી રેસ્‍ટોરાંએ પોતાની આ સ્‍કીમ ૩૦ વર્ષના જારોસ્‍લેવ બોબ્રોવ્‍સ્‍કી નામના એથ્‍લીટ માટે નથી એવી સ્‍પષ્‍ટતા કરવી પડી. વાત એમ હતી કે ગયા વીકએન્‍ડમાં જારોસ્‍લેવભાઇ પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે આ રેસ્‍ટોરાંમાં જમવા આવેલા. તેમણે ફિકસ્‍ડ ભાવવાળું બુફે લીધું અને એ માટે પ્રતિ પ્‍લેટ ૧પ.૯૦ યુરો એટલે કે લગભગ ૧૩પ૦ રૂપિયા પણ ચૂકવ્‍યા. જો કે એ પછી દોઢ કલાક સુધી આ ભાઇએ નિરાંતે જે ભોજન આરોગ્‍યું એ જોઇને રેસ્‍ટોરાંવાળા ગભરાઇ ગયા. જારોસ્‍લેવે માછલીની વાનગી સુશીની ૧૦૦ પ્‍લેટ ચટ કરી નાખી હતી. ભરપુર એપિટાઇટ ધરાવનાર લોકો પણ વધુમાં વધુ વીસ કે બાવીસ પ્‍લેટ ખાતા હોય છે એની જગ્‍યાએ જારોસ્‍લેવે સેન્‍ચુરી પુરી કરી દેતાં રેસ્‍ટોરાંના માલિકની ધીરજ ખૂટી ગઇ. જારોસ્‍લેવ આમ તો અવારનવાર આ રેસ્‍ટોરાંમાં જમવા માટે આવતો હતો, પરંતુ હમણાંથી તેણે નવી ડાયટ શરૂ કરી છે. નવી ડાયટ મુજબ તે વીસ કલાક સુધી ભૂખ્‍યો રહે છે અને ખૂબ એકસરસાઇઝ કરે છે. પછી એક જ વારમાં ભરપેટ ખાવાનું ખાય છે.  જો કે આ જ કારણોસર રનિંગ સુશી નામની રેસ્‍ટોરાંના માલિકની ઊંઘ હરામ થઇ ગઇ હતી. સામાન્‍ય રીતે કસ્‍ટમર જમીને જાય એટલે રેસ્‍ટોરાંવાળા કહેતા હોય કે ફરીથી આવજો, પણ આ ભાઇને મેનેજરે કહી દીધું કે ‘યુ આર નોટ વેલકમ એનીમોર.'

(12:26 pm IST)
  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST

  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST