Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભોજન કર્યા બાદ રાખો આ વાતનું ધ્યાન

શરીરને સ્વસ્થ બનાવવા માટે માત્ર ખોરાક લેવો જ જરૂરી નથી. તમારા આહારમાં એવી વસ્તુઓ સામેલ કરો, જે સ્વાસ્થ્ય અને શરીર માટે વધારે ફાયદાકારક હોય છે. કેટલીકવાર આપણે ખોરાક લીધા બાદ એવા કામ કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. તેથી આપણે જમ્યા બાદ તરત અમુક કામ ન કરવા જોઈએ.

જમ્યા બાદ ન્હાવુ : કેટલાક લોકોની એ આદત હોય છે કે તે રાત્રે સૂતા પહેલા સ્નાન કરીને સૂવે છે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરવુ એ ખૂબ જ સારી વાત છે. પરંતુ, જમ્યા બાદ તરત જ સ્નાન કરવુ એ સ્વાસ્થ્ય માટે સારૂ ગણવામાં આવતુ નથી. જાણકારી અનુસાર, જમ્યા બાદ તરત સ્નાન ન કરવુ જોઈએ. કારણ કે સ્નાન કરવાથી પેટની ચારે બાજુ રકતનો સંચાર વધી જાય છે. જે પાચનક્રિયાને ખૂબ જ પ્રભાવિત કરે છે.

ફળોનું સેવન : જમ્યા બાદ તરત ફળોનું સેવન ન કરવુ જોઈએ. ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ, જમ્યા બાદ ભૂલથી પણ ફળોનું સેવન ન કરવુ જોઈએ. જો તમારે ફળ ખાવા હોય તો જમ્યાના એક કલાક બાદ ખાઈ શકો છો.

ચા અને કોફી : જમ્યા બાદ ચા અથવા કોફીનું સેવન ન કરવુ જોઈએ. કારણ કે ચાનીમાં ઉચ્ચ અમ્લીયતા હોય છે. જે તમારી પાચન શકિત ઉપર અસર પાડે છે અને તેનાથી પેટમાં યોગ્ય રીતે ખોરાક પચી શકતો નથી.

(11:06 am IST)