Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

લાઓસ માર્ગ અકસ્માતમાં ચીનના 13 પર્યટકોના મોત: 31 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: લાઓસના ઉતરી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં ચીનના 13 નાગરિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 31ને ઇજા પહોંચી છે લાઓસ સ્થિત  ચીની દૂતાવાસે આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ ઘટના વિયંતિયાંનેથી  180 કિલોમીટર ઉત્તરમાં સોમવારના રોજ બપોરના સમયે બની હતી જેમાં 43 ચીની પર્યટકો પૈકી 13 ચીની પર્યટકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઇજાગ્રસ્તને સારવાર  અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:19 pm IST)