Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૧૭ અને ૭૦ વચ્ચે કન્ફયુઝન થતા પોર્શે કારનુ ઓકશન અટકી પડ્યુ

૧૯૩૯માં બનેલી એક અદ્બુત રેસ કાર વીસ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૧.૪૩ અબજ રૂપિયામાં વેચાવાની હતી, પરંતુ આયોજકોની ભૂલને કારણે ઓકશન અટકી પડ્યું હતું. શનિવારે કેલિફોર્નિયામાં પોર્શેની ટાઇપ ૬૪ કાર વેચાવાની હતી. નિષ્ણાતોએ એની અંદાજિત કિંમત ૨૦ મિલ્યન ડોલર આંકી હતી. સોથબી ઓકશન હાઉસ દ્વારા થઈ રહેલી રેસ કારની બોલીમાં સૌપ્રથમ ૧૩ મિલ્યન ડોલરથી શરૂઆત થઈ. સાંભળવામાં

કન્ફ્યુઝન થતાં પાછળની સ્ક્રીન પર થર્ટીન ૧૩ ને બદલે થર્ટી ૩૦ મિલ્યન

ડાઙ્ખલર લખવામાં આવ્યું. એને કારણે ત્યાં હાજર કેટલાક દર્શકોને આશ્યર્ય થયું. જોકે અ પછી તો દરેક સ્ટેપમાં આ જ ભૂલ થઈ. થર્ટીન પછી ફોર્ટીન, ફિફ્ટીન બોલાયું ત્યારે પણ પાછળ ૪૦ અને ૫૦ જ લખેલું આવ્યું. સેવન્ટીન મિલ્યન પર જયારે ૭૦ મિલ્યન લખાયેલું આવ્યું ત્યારે ઓકશન કરનારા આયોજકોના ધ્યાનમાં આ વાત આવી. તેમણે ભૂલ સુધારીને ૭૦ને બદલે ૧૭નો આંકડો કર્યો ખરો, પણ એ પછી બોલી આગળ વધી જ નહીં. એ જ કારણોસર આયોજકોએ ઓકશન ત્યાં જ અટકાવીને કાર વેચી જ નહીં.

(3:55 pm IST)