Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સ્પેન પોલીસ સ્ટેશન પર હુમલો કરનારને પોલીસે મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: મેડ્રિડ પોલીસે ઉત્તર-પૂર્વી સ્પેનના બાર્સીલોના શહેર નજીક આજે પોલીસ સ્ટેશન પર ચાકુથી હુમલો કરનાર આતંકવાદીને મોતનેઘાટ ઉતારી દીધા છે કાતાલૂનીયા પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ પર હુમલો કરવા માટે ચાકુ લઈને એક વ્યક્તિ કોર્નેલ સ્થિત પોલીસ સ્ટેશનમાં ઘુસી આવ્યો હતો જેને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે પોલીસના એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને આ ખબરોની ટિપ્પણી કરી છે.

(6:27 pm IST)