Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મૃત્યુ પછીનો અહેસાસ કેવો હશે એનો જીવતેજીવ અનુભવ એક વનસ્પતિથી થાય છે

નવી દિલ્હીતા ૨૦ : મૃત્યુનો અનુભવ કેવો હોય છે એ કોઇ શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એને કારણે જીવનમાત્રના જીવનમાં મૃત્યુ એ જબરદસ્ત રહસ્યમય ઘટના રહી છે.જોકે લંડનમાં કેટલાક ન્ણિાંતોએ એક ખાસ વનસ્પતિ શોધ્યાનો દાવો કર્યો છે જેનો રસ પીવાથી વ્યકિતને મર્યા પછી કેવો અહેસાસ થાય એ ખબર પડે છે. આ વનસ્પતિના રસનું સેવન કરવાથી આત્મા શરીરમાંથી બહાર નીકળે ત્યારે શું થાય એ અનુભવાય છે. પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવતી બેનિસ્ટેરિઓપ્સિસ કાપી નામની વનસ્પતિથી આવું શકય છે એવ દાવો લંડનની ઇમ્પીરીયલ કલેજના ન્ણિાંતોએ કર્યો છે. આ છોડમાંથી નીકળતા રસને આયાહુયાસ્કા કહેવામાં આવે છે. આ રસ પીધા પછી આત્મા શરીરમાંથી છુટો પડીને બહાર આવવાનો અનુભવ થાય છે. આ અહેસાસ થોડીક મિનિટોથી લઇને કલાકો સુધી રહી શકે છે. અભ્યાસકર્તાઓએ ૧૩ જણા પર આ રસનો પ્રયોગ પણ કર્યો છે. મધ્ય અમેેરિકા અને એમેઝોનનાં જંગલોમાં મળી આવતો આ છોડ સાઇકોએકિટવ ડ્રગ જેવું કામ કરે છે. એમાં ભ્રાંતિ પેદા કરતું તત્વ એટલી ઊંચી માત્રામાં હોય છે કે વ્યકિતને લિટરલી મૃત્યું પામ્યાનો અહેસાસ કરાવે છે. અભ્યાસકર્તાઓએ ૧૩ વ્યકિતઓને રસ પીવડાવ્યા પછી એનો અનુભવ શું હતો એ  લખવાનું કશયું હતું. આ અનુભવોને એવી ૬૭ વ્યકિતઓના અનુભવ સાથે સરખાવવામાં આવ્યા જે કોઇ ઓપરેશન દરમ્યાન કોમામાં સરી પડી હોય અથવા તો થોડીક ક્ષણો માટે મૃત ઘોષિત થયા પછી પાછી જીવિત થઇ હોય મોટા ભાગના લોકોએ મૃત્યુના અહેસાસ વખતે પોતાના શરીરમાંથી કોઇ કિરણ નીકળતું જોયું હતું અને ખુબ જ શાંતિર્પર્વક પોતાના શરીરનેપડેલું જોયું હોવાનો અનુભવ વર્ણવ્યો હતો. (૩.૧૬)

(4:06 pm IST)