Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પાછળના ખિસ્સામાં પર્સ રાખવાથી કરોડરજજુ વાંકી વળી જવાનો ભય

નવીદિલ્હી તા.૨૦: સામાન્ય રીતે પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં પર્સ રાખતા હોય છે અને આ પર્સમાં રૂપિયા સિવાય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આધાર કાર્ડ અને ઓફિસના આઇ-કાર્ડ સહિત એટલી બધી ચીજો હોય છે કે એ ફુલીને એકદમ મોટું થઇ જતું હોય છે. પર્સને પાછળના ખિસ્સામાં રાખીને બેસવાથી માંસપેશીઓ અને કરોડરજજુને નુકસાન પહોંચી શકે છે, જેના લીધે ન્યુરોલોજિકલ સમસ્યાઓ વધી શકે છે. જે તરફ પર્સ હોય છે એ પગની માંસપેશીઓ પર દબાણ આવે છે. આ ઉપરાંત પર્સને લીધે માણસ થોડો ત્રાંસો થઇને બેસતો હોય છે. પરિણામે કરોડરજજુ વાંકી થવાની શકયતાઓ વધી જાય છે. આવામાં સાધારણ બેદરકારી પણ ઘણી ભારે પડી શકે છે. એટલે પર્સને પાછળના ખિસ્સામાં રાખીને બેસવાનું ટાળવું જોઇએ.

(3:34 pm IST)