Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

HIV ની દવા વાઇરસ ઘટાડીને ઇમ્યુનિટી વધારે

ન્યુયોર્ક તા.૨૦: અમેરિકાના કનેકિટકટમાં યેલ યુનિવર્સિટીના સંશોધનકારોએ એઇડ્સના રોગની સારવાર માટે વિકસાવેલી નવી દવા HIV વાઇરસનું પ્રમાણ ઘટાડીને રોગપ્રતિકારક શકિત વધારે છે. HIV ની સારવાર માટેની આ નવી દવાને માર્ચ મહિનામાં અમેરિકન FDAએ એ મંજુરી આપી છે. અનેક દવાઓ અજમાવીને હતાશ થયેલા HIV ના રોગીઓ માટે એ ઉમદા વિકલ્પ ગણાય છે. આ દવા HIV ના વાઇરસ શરીરમાં પ્રવેશતાં રોકે છે. અને અન્ય દવાઓ સાથે લેવામાં આવે તો પણ એની આડઅસર દેખાતી નથી. દર બે અઠવાડિયે એ દવાનો ઇન્ટ્રાવિનસ ડોઝ લેવાથી અન્ય રોજ ગળવાની કે પીવાની દવાઓ કરતાં વધારે લાંબા વખત સુધી એની અસર રહે છે. આ દવાના પ્રયોગો વિશે ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત લેખમાં મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ પ્રકારનો HIV ધરાવતા ૪૦ દર્દીઓના લોહીમાં વાઇરલ લોડ (વાઇરસના પ્રમાણ) માં ઘટાડો થયો હતો. પચીસ અઠવાડિયાં પછી એમાંથી અડધા દર્દીઓના વાઇરસના પ્રમાણમાં ઘટાડો થયો હતો. છે મહિનામાં વાઇરલ લોડ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયો હોવાનંુ સંશોધનકારોએ જણાવ્યું હતું.

(10:49 am IST)