Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ન્યુઝીલેન્ડમાં ગર્ભપાતના કેસમાં દંપતીને રજા આપવા વિચારણા

ઓંકલેન્ડ તા.૨૦: ગર્ભપાતની સ્થિતિમાં મહિલાઓ સાજે જ તેમના પતિને પણ રજા આપવાના પ્રસ્તાવ પર ન્યુઝીલેન્ડ સરકાર વિચારણા કરી રહી છે. ન્યુઝીલેન્ડ એવો દેશ છે જયાં પરિવારમાં કોઇનું મૃત્યુ થાય તો કર્મચારીને ભરપગારે રજા આપવામાં આવે છે. પ્રેગ્નન્સી દરમ્યાન ગર્ભપાત થવાના કેસમાં મહિલાના પતિને આ પ્રકારની રજા મળી શકશે. ન્યુઝીલેન્ડની સંસદમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. આમ ગર્ભપાતના કેસમાં ત્રણ દિવસની રજા મળી શકશે. આ બિલને રજુ કરનારી લેબર પાર્ટીની સંસદસભ્ય ગિની એન્ડરસને કહયું હતું કે અત્યાર સુધી દેશમાં ગર્ભપાત પર પ્રતિબંધ હતો. અજન્મ્યું બાળક ગુમાવવા માટે રજા મળવી જોઇએ અને આ બાબતે જાહેરમાં ચર્ચા થવી જોઇએ. ન્યુઝીલેન્ડમાં પોતાના પરિવારના સદસ્ય કે બાળકના મૃત્યુ પર રજાની જોગવાઇ છે, પરંતુ હવે અજન્મ્યા બાળકના મૃત્યુ કે ગર્ભપાત માટે પણ રજા મળી શકશે. આ બિલનું સમર્થન કરતી પિટિશન પર અત્યાર સુધીમાં ૩૭૦૦ લોકો સહી કરી ચૂકયા છે.(૧.૪)

(10:49 am IST)