Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અઠવાડીયામાં બે દિવસ કરો ઉપવાસ ડાયાબીટીસ થઈ જશે દૂર

ડાયાબીટીશના શિકાર લોકો માટે બ્લડ શુગર અને વજનને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. ડૉકટર તેને સંતુલિત ખાણી-પીણીની સલાહ આપે છે. જે કેલરી નિયંત્રીત કરનાર ડાઈટની જેમ ડાયાબીટીઝને અન્ય રીતે પણ નિયંત્રીત કરી શકાય છે. અઠવાડીયામાં ૨-૩ વાર ઉપવાસ રાખવા અને ૫ દિવસ સામાન્ય ખાણી-પીણી રાખવાની સલાહ આપવામાં આવે છે. શોધમાં તેઓએ દાવો કર્યો છે કે, આવી રીતે અઠવાડીયામાં તેની કેલરીની ખપત ૬૦૦ કેલરી જ રહેશે. ડાયાબીટીશને નિયંત્રીત કરવા માટે વજન ખૂબ જ મોટુ કારણ છે.

ડાયાબીટીઝ નિયંત્રીત કરવા માટે કેલરી આધારીત ડાયટ લેવો આવશ્યક છે. પરંતુ, જો લીવરમાં ફેટ હોય તો બ્લડ શુગરને નિયંત્રીત કરવુ મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકો માટે આખુ અઠવાડીયુ નિયંત્રીત ડાઈટ લેવુ મુશ્કેલ હોય છે. ખાસ કરીને તે લોકો, કે જેને દરરોજ કંઈક નવો સ્વાદ પસંદ હોય છે. આ સ્થિતીમાં જોખમ વધી જાય છે. તેથી અઠવાડીયામાં બે વાર ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે સારો ગણવામાં આવે છે. ડાયાબીટીસના દર્દીએ અઠવાડીયામાં કેલરી પર નિયંત્રણ લાવી શકે છે.

ડાયાબીટીસના દર્દીને પોષ્ટિક આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેના બ્લડ શુગરનું સ્તર સામાન્ય રાખી શકાય. નવી શોધમાં નિષ્ણાંતોની સલાહ છે કે ડાયાબીટીસના શિકાર લોકો અઠવાડીયામાં બે વાર ઉપવાસ કરે, તો અઠવાડીયાના બાકીના ૫ દિવસ તે ગમે તે ખાઈ શકે છે.

(9:34 am IST)