Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આ શખ્સને બટર ચિકન ખાવું 1 લાખ 23 હજારમાં પડ્યું

નવી દિલ્હી: કોઈ વ્યક્તિ પોતાની મનપસંદ વસ્તુ મેળવવા માટે કોઇપણ હદ પાર કરી શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે બધુ જ બંધ છે. રફતાર ધીમી પડી ગઇ છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક શખ્સ પોતાના મનપસંદ બટર ચિકન માટે જે કરી ગયો, તે ખરેખર ચોંકાવનારી વાત છે. આ શખ્સ બટર ચિકન ખાવા માટે 32 કિલોમીટર દૂર ગયો અને રસપ્રદ વાત એ છે કે આ બટર ચિકન તેને થોડાઘણાં નહીં પરંતુ પૂરા 1 લાખ 23 હજાર રૂપિયામાં પડ્યું. આ શખ્સે પરફેક્ટ બટર ચિકન માટે મેલબર્નની સીબીડીથી 30 કિલોમીટર દક્ષિણ પશ્વિમમાં સ્થિત વેર્બિએથી સફર શરૂ કર્યુ. થયુ એવુ કે અહીં લોકડાઉન લાગુ હતું. તેથી તેને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો. આ શખ્સે 1652 ડોલરનો ફાઇન ભરવો પડ્યો. જે ભારતીય કરંસી અનુસાર 1 લાખ 23 હજાર રૂપિયાની આસપાસ છે.

(6:15 pm IST)