Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અમેરિકાની કંપનીએ બનાવ્યું આપમેળે સેનેટાઇઝ થતું પારદર્શી માસ્ક

રાજકોટ, તા. ર૦ : થોડા સમય પહેલા સુધી માત્ર પ્રદુષણથી બચવા માટે બનાવવામાં આવેલુ માસ્ક આજના આ કોરોના વાયરસના કહેરના સમયમાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આથી, હવે તેમાં પણ નવા-નવા એકસપરિમેન્ટ્સ કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા માર્કેટમાં N-95 માસ્કની ડિમાન્ડ હતી, ત્યાર બાદ કોટનના કે ખાદીમાંથી બનેલા માસ્કની ડિમાન્ડ વધી, ત્યારબાદ પ્રસંગોમાં કપડાને મેચિંગ માસ્કની ડિમાન્ડ થવા માડી અને હાલમાં જ ભારતમાં કોઇકે પ્યોર ગોલ્ડમાંથી બનેલું માસ્ક બનાવડાવ્યું તો વળી સુરતમાં તેના કરતા પણ એક ડગલુ આગળ હીરા જડિત માસ્ક બનાવવામાં આવ્યા.

દરમિયાન, અમેરિકાના મિશિગન સ્થિત રેડકિલફ મેડિકલ ડિવાઇઝ કંપનીએ પારદર્શક માસ્ક બનાવ્યા છે. તેનું નામ લીફ રાખવામાં આવ્યું છે. આ દુનિયાનું પહેલુ પારદર્શી માસ્ક છે, જેે FDAએ અપ્રૂવ કર્યું છે. આ માસ્ક આપમળે સેનેટાઇઝ થાય છે તેનો ૩ વર્ષથી વધુ ઉંમરના લોકો ઉપયોગ કશી શકે છે. માસ્કની કિંમત ૩૬૭૩ રૂપિયાથી શરૂ થાય છે.

માસ્કની ૬ ખાસિયતો

* બેટરી પાવર્ડ આ માસ્કમાં અંદરના ભાગમાં એન્ટી ફોગ લેયર હોય છે, જેનાથી આ માસ્ક હંમેશા સ્વચ્છ દેખાય છે.

* આ માસ્ક ત્રણ રૂપમાં આવે છે. લીફ યુવી અને લીફ પ્રોમાં યુવી-સી લાઇટ ફિલ્ટર પણ છે, જેનાથી રોગાણું નષ્ટ થઇ જાય છે એટલે કે આ માસ્ક આપમેળે જ સેનેટાઇઝ થઇ જાય છે.

* એન્ટી માઇક્રોબિયલ અને વોટર રેસિસ્ટન્ટ લેયરના કારણે તે ૯૯.૯ ટકા રોગાણુઓને નષ્ટ કરવામાં સક્ષમ છે.

* તેમાં કાર્બન ફિલ્ટ પણ લાગેલું હોય છે. તે હૈડ સ્ટેપ અને ઇયર સ્ટ્રેપ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં હવા આવવા અને જવા માટે વાલ્વ પણ લગાવવામાં આવ્યા છે.

* એકઝોસ્ટ અને ઇન્ટેક વાલ્વના કલર પણ પસંદ કરી શકાય છે. માસ્કને એન્ડ્રોઇડ અથવા iOS ફોનની સાથે કનેકટ કરી વાતાવરણમાં હવાની ગુણવત્તા અને વેન્ટિલેશન પણ નિયંત્રીત કરી શકાય છે.

* લીફનો ૩ વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો ઉપયોગ કરી શકે છે.

(3:02 pm IST)