Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઇઝરાયેલ હવે યહુદી રાષ્ટ્ર: સંસદ નેસેટે આજે વિવાદિત જ્યુસ નેશન બિલને કાયદાનો દરજ્જો આપ્યો

નવી દિલ્હી:ઇઝરાયેલી સંસદ નેસેટે આજે વિવાદિત જ્યુસ નેશન બિલને કાયદાનો દરજ્જો આપી દીધો. અનુસાર ઇઝરાયેલ હવે યહુદી રાષ્ટ્ર હશે. અરબીનો પણ દેશની સત્તાવાર ભાષાનો દરજ્જો આંચકી લેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અવિભાજિત યેરુશલેમ, ઇઝરાયેલનું પાટનગર હશે. સંસદમાં પસાર બિલને દેશહિતમાં લેવામાં આવેલ નિર્ણય ગણાવવામાં આવ્યો છે. ઇઝરાયેલની રચના ૧૯૪૮માં યહુદીઓની ધરતી તરીકે કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર વિશ્વના યહુદીઓને પેલેસ્ટાઇન પરત ફરીને પોતાની જમીન પર હક જતાવવા માટે કહેવામાં આવ્યું હતું. 
ઇઝરાયેલના અરબ સાંસદોએ પસાર થયેલા નવા બિલનો વિરોધ કર્યો છે, ત્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને ઐતિહાસિક મોકો ગણાવ્યો. નેતન્યાહુની ડાબેરી સરકાર છે. તેમના અનુસાર ઇઝરાયેલ ઐતિહાસિક રીતે યહુદી લોકોનું નિવાસસ્થાન છે. માત્ર તેમને અહીં રાષ્ટ્રીયતાનો હક મળવો જોઇએ. સંસદમાં બિલ પસાર થવામાં કલાકનો સમય લાગ્યો.તેની તરફેણમાં ૬૨ તો વિરૂદ્ઘમાં ૫૫ સાંસદોએ મતદાન કર્યું. 

(5:54 pm IST)