Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બ્રિટનનો આ બહાદુર બંકો બબ્બે ગર્લફ્રેન્ડ સાથે રહે છે

લંડન તા ૨૦ : આજકાલ એક ગર્લફ્રેન્ડન ેહેંડલ કરતા મુશ્કેલી પડતી હોય છે ત્યાં એકસાથે બે ગર્લફ્રેન્ડ રાખવી અને એ પણ એક જ ઘરમાં એ જબરૃં સાહસિક કામ છે. લંડનના એડમ લિયોન્સે આ સાહસિક કામ કર્યુ છે. ૩૬ વર્ષનો આ યુવક પોતાની બન્ને ગર્લફ્રેન્ડ સાથે અમેરિકાના ટેકસસ રાજયના ઓસ્ટિન શહેરમાં રહે છે. એક જ ઘરમાં રહે છે અને એક જ બેડ પર તેઓ સાથે સુએે છે બન્ને ગર્લફ્રેન્ડથી તેને બાળકો છે અને આ  બાળકો પણ તેમની સાથે રહે છે શજીયે નવાઇની વાત તો એ છે કે એડમની એકસ ગર્લફ્રેન્ડને એક બાળક પણ તેમની સાથે જ રહે છે. હવે તેમના પરિવારમાં બીજા એક નવા મહેમાનનું આગમન થવાનું છે. મતલબ કે એક ગર્લફ્રેન્ડ ફરીથી પ્રેગનન્ટ છે. એડમે બેમાંથી કોઇનીયે સાથે લગ્ન નથી કર્યા કેમ કે પોલિગામી એટલે કે એક કરતા વધુ વ્યકિત સાથે લગ્ન કરવાની અમેરિકામાં છુટ નથી. એટલે તે બન્ને ગર્લફ્રેન્ડ્સને પોતાની પત્નીઓની જેમ જ રાખે છે અને તેમના બાળકો પણ સંયુકત પરિવારમાં ઊછરી રહ્યા છે. તેની બન્ને ગર્લફ્રેન્ડ જેડ અને બૂ્રકનું કહેવું છે કે તેમના આ થ્રીસમ પરિવારને સાત વર્ષ થઇ ગયાં છે. અને હવે તેઓ અલગ રહેવાનો વિચાર પણ કરી શકે એમ નથી.(૩.૧૧)

(3:49 pm IST)