Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મગજમાં આવેલા કેટલાક ન્યુરોન્સથી વારંવાર ખાવાનું મન થાય છે

લંડન તા.૨૦: જે લોકો જરૂર કરતાં વધારે ખાવાનું ખાય છે તેમના મગજમાં હાઇપોથેલેમસ હિસ્સામાં આવેલા ઓરેકિજન ન્યુરોન્સ તેમને વધારે ખાવા માટે પ્રેરિત કરે છે. આ વિશે રિસર્ચ કરનારા સાયન્ટિસ્ટોએ કહ્યું હતું કે આ ન્યુરોન્સ કોકેન અને બીજા નશીલા પદાર્થોના વ્યસન માટે પણ જવાબદાર છે. ઓરેકિજન ન્યુરોન્સ સામાન્ય રીતે રાસાયણિક સંદેશવાહક તરીકે પણ કામ કરે છે અને એનું કામ સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનું કામ હોય છે. આ વિશે રિસર્ચ કરનારા સાયન્ટિસ્ટોએ ઉંદરો પર સ્ટડી કર્યો હતો. ઉંદરોને પહેલાં કન્ટ્રોલ્ડ ડાયટ આપવામાં આવી અને પછી હાઇ-ફેટ ડાયટ આપવામાં આવ્યો જેનાથી વજન વધી શકે અને એ ડાયર વારંવાર ખાવાનું મન થાય. આ સ્ટડીમાં ઉંદરોને વારંવાર મીઠું ખાવાનું પસંદ લાગવા માંડયું હતું. જયારે તેમના મગજમાં ઓરેકિજન ન્યુરોન્સના સિગ્નલ બ્લોક કરવામાં આવ્યા બાદ ઉંદરોને વારંવાર ખાવા આપવા છતાં તેઓ ખાતા નહોતા. આ વિશે અમેરિકાની ન્યુજર્સી યુનિવર્સિટીના પ્રોફેસર ગેરી એસ્ટોન-જોસે કહ્યું હતું કે વારંવાર ખાવાની ઇચ્છા રાખતા લોકોના હાઇપોથેલેમસના ઓરેકિજન ન્યુરોન્સ ભાગમાં સિગ્નલને બ્લોક કરવામાં આવે તો આવા લોકોનો ઉપચાર શકય બની શકે.

(3:45 pm IST)