Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સનસ્ક્રીનથી ચામડીના કેન્સરની શકયતાને ૪૦ ટકા ઘટાડી શકાય

નવીદિલ્હી તા.૨૦: જે યંગ લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે તેમને સ્ક્રીન-કેન્સર થવાના ચાન્સ ૪૦ ટકા ઘટી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ દર વર્ષે વિશ્વમાં આશરે ૨૦ થી ૩૦ લાખ લોકોને નોન-મેલાનોમા સ્ક્રિન-કેન્સર અને આશરે ૧,૩૨,૦૦૦ લોકોને મેલાનોમા સ્ક્રિન-કેન્સર થાય છે. ૧૮ થી ૪૦ વર્ષના આશરે ૧૭૦૦ લોકો પર કરવામાં આવેલી સ્ટડી બાદ કહેવામાં આવ્યું હતું કે સનસ્ક્રીન લગાવવામાં આવે તો સ્ક્રિન-કેન્સરથી બચવાના ચાન્સ વધારે રહે છે.

(3:45 pm IST)