Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓમેગા ૩ સપ્લિમેન્ટ્સ હાર્ટનું રક્ષણ કરતા નથી

નવી દિલ્હી તા.૨૦: અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ફુડ-સપ્લિમેન્ટ્સમાંથી મળતા ઓમેગા ૩ ફેટી એસિડ્સ લેવાથી હાર્ટને રક્ષણ મળે છે અને ફાયદો થાય છે પણ એક નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવું કંઇ નથી. હાર્ટ-અટેક કે સ્ટ્રોક રોકવામાં ઓમેગા ૩ ફેટી એસીડ્સની કોઇ અસર નથી. અગાઉ થયેલી સ્ટડીમાં કહેવામાં આવતું હતું કે એક પુખ્ત વયની વ્યકિતએ રોજ ૨૫૦ થી ૩૦૦ મિલીગ્રામ ઓમેગા ૩ ફેટી એસિડ્સ લેવાં જોઇએ, અખરોટ, કોડલીવર ઓઇલ, માછલી, ઓઇસ્ટર્સ અને સોયાબીન ખાવાથી ઓમેગા ૩ ફેટી એસિડ્સ મળે છે. જોકે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એગ્લિયામાં થયેલી નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓમેગા ૩ ફેટી એસિડ્સ લેવાથી હાર્ટના રોગને રોકવામાં કોઇ મદદ મળતી નથી.

(3:43 pm IST)