Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પોતાના જ પેટ પર તલવારથી ૧ મીનીટમાં ૨૬ તરબુચ કાપવાનો રેકોર્ડ

ન્યુયોર્ક તા. ૨૦ : ગિનેશ વર્લ્ડ રેકોર્ડસ બનાવવા એ જેનુ  પેશન છે એવા અમેરિકાના અશિર્ટા ફર્મના નામના ભાઇએ  વધુ એક રેકોર્ડ બનાવ્યો  છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૬૦૦ રેકોર્ડ બનાવ્યા છે અને હાલમાં  ૨૨૬ રેકોર્ડસ તેમના નામે બોલે છે.  સૌથી લાંબી ચીજ દાઢી પર લાંબો સમય બેલેન્સ કરવાનો, ખુબ ઝડપથી કિવી ફ્રુટની છાલ કાઢવાનો, બોલ પર બેલેન્સ જાળવીને   લાંબો સમય ઉભા રહેવાનો, માથે દુધની બોટલ લઇને સૌથી ઓછા સમયમાં ૧ માઇલની  દોડ પુરી કરવાનો , અન્ડરવોટર સાઇકિલંગ કરવાનો અને એવા લગભગ ૨૨૬ રેકોર્ડસ હજીયે અહિર્ટા ફર્મનના નામે બોલે છે.  ન્યુ યોર્કમાં રહેતા આ ભાઇએ તાજેતરમાં વધુ એક વિક્રમનું છોંગુ પોતાના પ્રોફાઇલમાં ઉમેર્યુ છ.

એક મિનીટમાં  સૌથી વધુ તરબુચ કાપવાનો રેકોર્ડ તેમણે કર્યો છે. આ માટે તેમણે પોતાના જ પેટ પર તરબુચ મૂકયા હતા. એક સહાયક તરબુચ તેમના પેટ પર મૂકતો, આ ભાઇ તલવારથી એક ઝાટકે તરબુચ ઉઠાવી લેતો. આમ, કરતા તેમણે  ૧ મિનીટમાં ૨૬ તરબુચ પોતાના જ પેટ પર તલવારથી કાપી નાખ્યા હતા. આ દરમ્યાન તેમના પેટ પર એક ઘસરકો પણ પડ્યો નહોતો .

(3:42 pm IST)