Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બોસની ખરાબ ભાષામાં આવેલી ઇ-મેઇલ પરિવારમાં ફેલાવે છે તનાવ

નવીદિલ્હી તા.૨૦: ઓફિસ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન રાખવાનો લોકો પ્રયાસ કરતા હોય છે અને આ માટે ઇ-મેઇલ દ્વારા કમ્યુનિકેશન થતું રહે છે, પણ જો બોસ દ્વારા ઇ-મેઇલમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો એના કારણે કર્મચારીઓની સાથે-સાથે તેનો પરિવાર પણ તાણમાં આવી જતો હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બોસ દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેઇલમાં ખરાબ શબ્દોના વપરાશથી કર્મચારીની પારિવારીક લાઇફ પર અસર પડતી હોય છે. આશરે ૧૬૭ કપલ્સ્ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં પતિ અને પત્ની બન્ને નોકરી કરતાં હોય. જયારે ખરાબ શબ્દોવાળો ઇ-મેઇલ આવે ત્યારે એની નેગેટીવ અસર થતી હોય છે. એમાં પણ જયારે વિકેન્ડમાં આવું થાય ત્યારે નવા અઠવાડિયાની શરૂઆત પણ ખરાબ થતી હોવાનું સ્ટડીમાં જોવા મળ્યું હતું.

(3:41 pm IST)