Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સેલ્ફી લેવાના ચક્કરમાં ઇલેકિટ્રીક કેબલ પર એક કલાક સુધી લટકતી રહેલી છોકરી બચી ગઇ

મોસ્કો તા ૨૦ : ટીનેેજર્સને સેલ્ફી લેવાનું ઘેલું હોય છે. કયા આવા ચાળા કરાય કયાં નહીં એનું ભાન ને સમજાય ત્યારે તેઓ જાતેજ મુસીબત વહોરી લેતા હોય છે. સેન્ટ્રલ રશિયામાં સેલ્ફીના ચક્કરમાં ઘટેલી એક ઘટના ખરેખર કમકમા લાવી દે એવી છે. ૧૭ વર્ષની છોકરી રેલ્વેનો બ્રિજ પર સેલ્ફી લેવા એની પાળીએ ચડી હતી અને બેલેન્સ ગુમાવીને નીચે પડી ગઇ. નીચેથીઇલેકટ્રીક રેલ્વેનો કેબલ્સ પસાર ઁથતો હતો એની પર લટકી પડી. આ કેબલમાંથી ૩૦૦૦ વોલ્ટનો વીજળીનો કરન્ટ પસાર થતો હતો, અલબત, જયારે આ ઘટના ઘટી ત્યારે તેની સાથે કોઇ હતું કે નહીં એ ખબર નથી, પરતું જયારે નીચેથી પસાર થવા જઇ રહેલી કાર્ગો-ટ્રેનના ડ્રાઇવરે તેને કેબલ પર લટકતી જોઇ એટલે ટ્રેન રોકીને વીજળીનો કરન્ટ તાત્કાલીક બંધ કરાવી દીધો. જો ટ્રેન પસાર થઇ હોત અને થોડીક મિનિટો માટે પણ  આ તારમાંથી વીજળી પસાર થઇ હોત તો કરન્ટથી છોકરીનું મૃત્યું થઇ જાત, જોકે કરન્ટ બંધ કર્યા પછી હવ ેતેને હેમખેમ  નીચે ઉતારવાની ચેલેન્જ હતી. જો તેને નીચે પાડવામાં આવે  તો તેને ઇજા થાત એટલે ટ્રેનના ડ્રાઇવરે બ્રિજ પર ચડી ને છોકરીને ઉપર ખેંચવાનું અભિયાન હાથ ધર્યુ બીજી તરફ કેટલાક લોકો બ્રિજની નીચે ચાદર લઇને ઉભા રહી ગયા જેથી તે  નીચે પડે તોય તેને ઇંજરીથી બચાવી શકાય આખરે એક કલાકની મહેનતે છોકરીને બ્રિજની ઉપર ખેંચી લેવાઇ. આખીય ઘટનામા઼ સારા સમાચાર એ છે કે  છોકરી હેમખેમ છે. તેને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે બેભાન હતી અને હાથ પગ, ખંભા, અને પેટ પાસેના ભાગમાં દાઝવાના ડાગ જેવું હતુ ં સારવાર પછી જયારે તે ભાનમાં આવી ત્યારે તેનું કહેવું હતું કે તે સેલ્ફી લેતી હતી  એટલુ ંજ તેને યાદ છે. બાકી શું થયું એ કશું જ તેને યાદ નથી.

(3:39 pm IST)