Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ફ્રાન્સમાં ફીફાની ઉજવણીમાં ઘેલી બનેલી મહિલાઓએ 'બ્રા કાઢીને ઉછાળી'?

નિમ્નકક્ષાની માનસિકતા છતી થઇ

નવી દિલ્હી તા. ૨૦ : ફીફાના ૨૦૧૮ના વર્લ્ડ કપની સમાપ્તિ થઈ ચૂકી છે. ફાઈનલમાં ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સે ફૂટબોલ વર્લ્ડ કપ જીતી લીધો છે. આ જીત પછી ફ્રાન્સમાં ઘેલા બનેલા ફેન્સે ભવ્ય ઉજવણી કરી. આ બધાની વચ્ચે એક તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચાનો વિષય બન્યો છે. આ તસવીરમાં એફિલ ટાવર પાસે ઉભેલી મહિલાઓ 'બ્રા ઉછાળીને ઉજવણી' કરી રહી છે.

આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાઈરલ થઈ રહી છે. જેમાં એફિલ ટાવર દેખાઈ રહ્યો છે. આગળ કેટલાક હાથ દેખાય છે અને આકાશમાં ઉછળી રહેલી બ્રા પણ દેખાઈ રહી છે. આ ફોટોગ્રાફને ફેસબૂક શેર કરીને લખવામાં આવ્યું છે કે- ફ્રાન્સમાં વર્લ્ડ કપ વિજયની ઉજવણી કરાઈ રહી છે, અને ફોટોગ્રાફર ઘણો જ મૂર્ખ છે.

કેપ્શનમાં લખવામાં આવી રહેલી બીજી લાઈનમાં નિમ્નકક્ષાની માનસિકતા છતી થઈ રહી છે. આ તસવીર વાઈરલ થતાની સાથે જ લોકો આ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર વિશે વિચિત્ર કમેન્ટ્સ કરી રહ્યા છે, કોઈ આ ફોટોગ્રાફરને પાગલ કરે છે તો કોઈ ગધેડો. 'આ ફોટોગ્રાફર સામે કેસ કરવો જોઈએ, કેમેરાને આકાશ તરફ રાખવાની શું જરૂર હતી' આવી કમેન્ટ્સ પણ કરાઈ છે.

આ તસવીર ફીફા વર્લ્ડ કપની ઉજવણી દરમિયાનની છે કે નહીં, તેની ચર્ચા પછી કરીએ. પણ કથિત સભ્ય સમાજની નિમ્નકક્ષાની માનસિકતાનું ઉદાહરણ કમેન્ટ બોકસમાં છલકાઈ રહ્યું છે.  સ્ત્રીના શરીરને લઈને વિકૃત માનસિકતા ધરાવતા લોકોની અહીં પોલ ખુલી રહી છે. એક શખસે સંતોષ કરવાની વાત કરીને લખ્યું છે કે- બ્રાના કલર, સાઈઝ અને ડિઝાઈનને જોઈને આનંદ લઈ શકાય છે.

સૌથી મહત્વની વાત કે આ ફોટો ફ્રાન્સનો છે પણ ફીફાની ઉજવણીનો નથી. આ તસવીરો બ્રેન્સ કેન્સરને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરાયેલા એક કેમ્પેનનો ભાગ છે જેનું નામ હતું 'પિંક બ્રા ટોસ'. ગુલાબી રંગ બ્રેસ્ટ કેન્સ સાથે જોડાયેલો છે. એવામાં ગુલાબી રંગની બ્રાને હવામાં ઉછાળીને સ્તન કેન્સર પ્રત્યે અવેરનેસ ફેલાવી શકાય.

આ કેમ્પેનમાં માત્ર  સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ ભાગે લે છે. બીજી મહત્વની વાત એ છે કે, આ તસવીર વર્ષ ૨૦૧૪માં લેવામાં આવી હતી. એફિલ ટાવરની બહાર કેમ્પેન અને દુનિયાનું ધ્યાન બ્રેસ્ટ કેન્સર તરફ લાવવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી પણ આ પ્રકારનું આયોજન કરાયું છે.

પાછલા વર્ષે ૨૦૧૭માં ૧૪મીએ ૨૦૧૮માં ૧૩મીએ પણ પેરિસમાં આ આયોજન કર્યું હતું. આના પરથી એટલું સાબિત થઈ જાય છે કે, આ તસવીર ફીફાની ઉજવણીની નથી. તસવીર એક સારા કામ દરમિયાન લેવામાં આવેલી છે, જેના અર્થનો અનર્થ કરાઈ રહ્યો છે.(૨૧.૩૯)

(3:25 pm IST)