Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અઠવાડિયામાં ૧૦ ટમેટાં ખાવાથી કેન્સર ટાળી શકાય

નવીદિલ્હી તા. ૨૦: ટમેટાં દરેક સીઝનમાં મળે છે અને લગભગ મોટા ભાગનાં ઘરોમાં એનો ઉપયોગ થતો હોય છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટમેટાં કેન્સર રોકવામાં પણ ઉપયોગી સાબીત થઇ શકે એમ છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં કમસે કમ ૧૦ ટમેટાં ખાવામાં આવે તો ેકેન્સર થવાની શકયતા ૪૫ ટકા ઘટી જાય છેે. ટમેટાંમાં એવા પોષ્ટિક તત્વોની ભરમાર હોય છે જે પ્રોસ્ટેટ કેન્સરના કોષોને વધતાં રોકે છે. કેરોટિનોઇડ નામનું તત્વ ટયુમર ઓછું કરવામાં મદદ કરે છે. ટમેટાંમાં રહેલું એન્ટિ-ઓકિસડન્ટ લાઇકોપીન નામનુ઼ રસાયણ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. વળી બીટા કેરોટિન નામનું રસાયણ શરીરમાં જઇને વિટામીન 'A' માં પરિવર્તિત થાય છે. આ વિટામીન હાડકામાં થતા કેન્સરને રોકવામાં સક્ષમ છે. જો રોજ સેલડમાં ટમેટાંને ખાવામાં આવે તો કેન્સરના ખતરાને ૬૦ ટકા જેટલો ટાળી શકાય છે. ટમેટાંને ફ્રાય કર્યા બાદ પણ એના પોષક તત્વો એમના એમ રહે છે.

(12:40 pm IST)