Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ચીનને મોટો આંચકો આપવા ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમો બનાવવાની તૈયારી

નવી દિલ્હી: ભારત અને ચીનવચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને પગલે ચીનને મોટો આંચકો આપવા માટે ઇ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમો બનાવવાની તૈયારીમાં છે. ચીનની આયાત પર અંકુશ લગાવવા માટે ઇ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વેચાતો માલ દેશમાં બનાવેલો છે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની રહેશે.

           સુત્રોના જણાવ્યા મુજબ નવા કાયદા અંતર્ગત ચીજવસ્તુઓ પર તેના મૂળ દેશનું નામ લખવાનું ફરજિયાત કરવામાં આવી શકે છે. ભારતના ઇ-કોમર્સ નિયમોમાં તેનો જલ્દી ઉમેરો કરવામાં આવશે. આ વચ્ચે રિયલ એસ્ટેટ સંગઠને ચીની ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવાને લઇને ખાતરી આપી છે.

(6:27 pm IST)