Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

આપણા મગજમાં શ્વાસ લેવાની ક્ષમતાને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે:સંશોધન

નવી દિલ્હી: આપણા મગજમાં જે ભાગ શ્વાસ લેવાની ક્ષમતાને કંટ્રોલ કરે છે, તે ભાગને કોરોનાવાઈરસનો ચેપ લાગી શકે છે. આ ભાગને રેસ્પિરેટ્રી સેન્ટર ઓફ બ્રેન કહેવાય છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી (IICB), કોલકાતાના સંશોધકોએ કર્યો છે. તેમનું કહેવું છે કે, નર્વસ સિસ્ટમના આ ભાગ પર નજર રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે કોરોના વાઈરસથી મૃત્યુનું જોખમ કેટલું વધારે છે. સંશોધકોનું કહેવું છે કે, કોરોના વાઈરસ નાકની મદદથી મગજના ઓલફૈક્ટ્રી બલ્બ સુધી પહોંચી શકે છે. આ બ્રેનનો તે ભાગ છે, જે શ્વાસને કંટ્રોલ કરે છે. જો મગજનો આ ભાગ ડેમેજ થઇ જાય તો કોરોના દર્દીનું મૃત્યુ થઇ શકે છે. મગજ એ કોરોનાથી મૃત્યુ થવાનું કોઈ પ્રથમ કારણ નથી પરંતુ સારવાર દરમિયાન મગજમાં રેસ્પિરેટ્રી સિસ્ટમ પર નજર રાખવાની જરૂર છે.

(6:24 pm IST)