Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કરોળિયો આખેઆખા ઉંદરને ગળી ગયો

સીડની તા. ર૦: આપણે ત્યાં મોટા ભાગે કરોળિયા જાયન્ટ સાઇઝના નથી હોતા, પરંતુ ઓસ્ટ્રેલિયામાં કરોળિયા પણ જાયન્ટ સાઇઝના હોય છે. એ કરોળિયાની પ્રજાતિ હન્ટ્સમેન સ્પાઇડર કહેવાય છે. જસ્ટિન લેટોન અને તેનો પતિ તાસ્માનિયા ટાપુ પર ફરવા ગયેલાં. ત્યારે માઉન્ડ ફીલ્ડ નેશનલ પાર્કમાં રોકાયાં હતાં. એ જ વખતે તેમના રૂમની અંદર એક જાન્ટ કદનો કરોળિયો ઘૂસેલો હતો અને એ ઉંદરની સાઇઝના એક પ્રાણીને કોળિયો બનાવી રહ્યો હતો. પિગ્મી પોસમ તરીકે જાણીતું આ ઉંદર જેવું પ્રાણી લગભગ અઢી ઇંચથી મોટું શરીર ધરાવે છે અને એની પૂંછ પણ એના શરીરથી બમણી લાંબી હોય છે. જયારે હન્ટ્સમેન સ્પાઇડરનું શરીર પર લગભગ અઢી ઇંચ જેટલું જ હોય છે, પરંતુ એના પગ ૧૩ ઇંચ જેટલા લાંબા થઇ શકે છે. આ યુગલે અલભ્ય શિકારની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી અને મોટા પ્રાણી વિશેષજ્ઞો પણ આ શિકારથી અચંબિત છે.

 

(3:50 pm IST)