Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આયર્લેન્ડમાં ૨૦૩૦ સુધી પેટ્રોલ-ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ

આયર્લેન્ડમાં ર૦પ૦ સુધી શુદ્ઘ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો ઉદેશ્ય

આયર્લેન્ડમાં ૨૦૩૦ સુધી પેટ્રોલ-ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે આયર્લેન્ડ જણાવ્યું હતું કે નવી આબોહવા પરિવર્તન યોજના અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પર ર૦૩૦ સુધી પ્રતિબંધિત કરશે.સરકારને આશા છે કે આયર્લેન્ડની રોડ પર ૯.પ લાખ ઈલેકિટ્રક વાહનો હશે અને ચાર્જીગ નેટવકર્સની સંપૂર્ણ શ્રેણી કરવામાં આવશે.

આ ઉપાય વેપાર, બાંધકામ, પરિવહન અને કૃષિ અને કચરો વ્યવસ્થાપનને આવરી લેતા ૧૮૦ દરખાસ્તોમાંથી એક છે, જેનો ઉદેશ આયર્લેન્ડમાં ર૦પ૦ સુધી શુદ્ઘ શૂન્ય કાર્બન ઉત્સર્જન મેળવવા માટેનો છે.

આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરએ કહ્યું હતુ કે,અમારો અભિગમ લોકો અને વ્યવસાયો માટે વર્તન બદલશે અને પ્રોત્સાહન, ડિસઈન્વેસ્ટમેન્ટ, નિયમો અને માહિતી દ્વારા નવી ટેકનોલોજીઓને સ્વીકારશે.

(1:15 pm IST)