Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ભડકી ઉઠ્યા

અર્થ વ્યવસ્થા ખાડે ગઇ છે ત્યારે ક્રિકેટ ટીમના પરાજયની ચર્ચા થાય છે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આસિફ સઈદ ખોસાએ પાકિસ્તાનની અર્થતંત્રની આકરા શબ્દોમાં નિંદા કરી. તેમણે જણાવ્યું કે, જયારે પણ ટીવી શરૂ કરવામાં આવે ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની હારની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનની અર્થ વ્યવસ્થા આઈસીયુમા છે.

 જે અંગે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે, આપણે પાકિસ્તાનની અર્થ વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવુ જોઈએ. કેમકે, પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડામાં ગયુ છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યુ છે. તેમ છતા દેશમાં અન્ય મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવામાં આવે છે. જે અયોગ્ય છે.

(1:14 pm IST)