Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઓસ્ટ્રેલીયાએ એપલને ૬૧ કરોડનો દંડ ફટકાર્યો

 સિડનીઃ ઓસ્ટ્રેલીયાની કોર્ટે એપલ કંપની ઉપર વપરાશકર્તાઓને ભ્રમિત કરવા અંગે લગભગ ૬૧ કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટે યુઝર્સ તરફથી '' એરર ૫૩''ની  ફરીયાદ મળ્યા બાદ કાર્યવાહી કરી હતી.   ઓપરેટીંગ સીસ્ટમનાં અપડેટ વર્ઝનને ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલે કામ કરવાનું બંધ કર્યું હતુ. એપલે સ્વીકાયું હતુ કે કંપનીએ ઓસ્ટ્રેલીયામાં ૨૭૫ એપલ વપરાશકર્તાઓના આઇફોન અને આઇપેડને રીપેર કરવાની ના પાડી દીઘી હતી. (૪૦.૪)

 

(12:01 pm IST)