Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વિશ્વમાં ભૂખમરો નવા ઊંચા સ્તરે પહોંચી ગયો હોવાની માહિતી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે બુધવારે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભૂખમરો નવા ઊંચા સ્તરે છે.વિશ્વના કુલ ૨૭ કરોડ લોકો ભૂખમરાને આરે છે. તેમણે વિશ્વને ભૂખમરા સામે જંગ છેડવા કહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ખાદ્ય અસુરક્ષિત લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. બે વર્ષ પહેલા આ સંખ્યા ૧૩.૫ કરોડ હતી, જે હવે બમણ થઈ ૨૬.૭ કરોડ થઈ છે. ૨૦૧૬ પછી આ પ્રકારના ભૂખમરાનો ભોગ બનનારા લોકોની સંખ્યામાં ૫૦૦ ટકા વધારો થયો છે. તેમણે ન્યૂયોર્કમાં અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેનના અધ્યક્ષપદ હેઠળ ગ્લોબલ ફૂડ સિક્યોરિટી-કોલ ટુ એક્શન દરમિયાન આ અપીલ કરી હતી. ભારતે તાજેતરમાં જ ઘઉંની નિકાસ પરપ્રતિબંધ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના લીધે લાગેલા આર્થિક ઝટકાના લીધે લોકોની આવક ઘટી છે. તેની સાથે પુરવઠા મોરચે અવરોધ વધતા ખાધ્ય સુરક્ષા પણ વધી ગઈ છે. આના લીધે વિશ્વમાં અસમાન આર્થિક સ્થિતિ જોવા મળી છે. નાણાકીય બજારો સુધી પહોંચ પ્રતિબંધિત કરી દેવાઈ છે. કેટલાક વિકાસશીલ દેશો નાદારી નોંધાવવાના આરે છે. યુક્રેન અને રશિયા લગભગ વિશ્વના એક તૃતિયાંશ ઘઉંનું અને જવનું ઉત્પાદન કરે છે. તેની સાથે સૂરજમુખીના તેલનું અડધું ઉત્પાદન કરે છે. રશિયા અને બેલારુસ પોટાશ વિશ્વના બીજા અને ત્રીજા નંબરના ઉત્પાદકમાં છે, જે ખાતર બનાવવામા મુખ્ય ઘટક છે.

 

(7:25 pm IST)