Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમેરીકી અબજપતિ રોબર્ટ સ્મિથએ ૪૦૦ વિદ્યાર્ર્થીઓનો રૂ. ર૭૮ કરોડ કર્જ ચૂકવવાની ઘોષણા કરી : સ્મિથને ડોકટરેટની માનદ ઉપાધી આપવામાં આવી

સોફટવેર ડેટા અને ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરવાવાળી વિસ્ટા ઇકવીટી પાર્ટનર્સના સંસ્થાપક અને અમેરીકી અબજપતિ રોબર્ટ એફ સ્મિથએ મોરહાઉસ કોલેજ(આટલાટાં) ના ૪૦૦ વિદ્યાર્થીઓનું રૂ. ર૭૮ કરોડ કર્જ ચૂકવવાની ઘોષણ કરી છે. એમણે કહ્યું અમેરીકામાં રહેતી ૮ પેઢીઓ તરફથી અમે થોડી મદદ કરવા જઇ રહ્યા છીએ. સ્મિથની સંપતિ લગભગ રૂ. ૩૧૦૦૦ કરોડ છે.

(10:40 pm IST)
  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાઃ માયાવતીએ દિલ્હી જવાનું રદ્ કર્યું: કહયું કે પાટનગર નહિં જાઉં !! દિલ્હીની કોઇપણ બેઠકોમાં હાજરી નહિ આપું: માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો access_time 12:43 pm IST

  • કચ્છના ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ : બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન આ ઘુષણખોરોને ઝડપી લીધા હતાઃ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ access_time 4:05 pm IST