Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

૩૯ વર્ષ પહેલાં માત્ર ૩૬૫ રૂપિયામાં ખરીદેલો રાજાનો કટોરો હવે ૩૫ લાખ રૂપિયામાં વેચાયો

ન્યુયોર્ક :  અમેરિકાના ન્યુયોર્કમાં એક દુર્લભ કટોરાની હરાજી થઇ હતી અને એ ૩૫ લાખ રૂપિયામાં વેચાયો હતો. આ વાટકો ૩૯ વર્ષ પહેલાં એક બ્રિટીશરે ચીનની એક એન્ટિક શોપમાંથી  ર૦ પાઉન્ડ એટલે કે એ સમયે લગભગ ૩૬૫ રૂપિયામાં ખરીદ્યો હતો. સફેદ રંગનો આ વાટકો ૪ ઇંચનો છે અને એના પ્ર યોઝગજેન્ગ લખેલું છે. ૧૭૨૩ થી ૧૭૩૫ ના સમયનો આ કટોરો ખાસ રાજા માટે બનાવવામાં આવ્યો હતો. ન્યુ યોર્કમાં એની ઓછામાં ઓછી ૮૦૦૦ પાઉન્ડની બોલી રાખવામાં આવી હતી, પરંતુ એ અંદાજિત કિંમત કરચાં પાંચ ગણો વધુ મોંઘો વેચાયો હતો. અધધધ કિંમને વેચાયા બાદ આર્ટ ગેલેરીમાં એને જોવા માટે લોકોની લાંબામી લાઇન લાગી ગઇ હતી.

(11:35 am IST)