Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રોબોકપ ટુર્નામેન્ટ ચીનમાં શરૂ,૧૦૩ ટીમોએ ભાગ લીધો

ચીનમાં ટિઆનજિન શહેરમાં એશિયા પેસેફિક રોબોકપ ટુર્નામેન્ટ શરૂ થઇ ગઇ છે. બે દિવસ ચાલનારી આ ઇવેન્ટમાં ચીન, અમેરિકા,રશિયા, ઇટલી સહિત દુનિયાભરમાંથી ૧૦૩ ટીમો ભાગ લેવા આવી છે. ટુર્નામેન્ટમાં પહેલાજ દિવસે રોબોન્ વચ્ચે ફુટબોલની મચ રમાઇ. દરેક ટીમમાં ૬-૬ રોબો હતા અને એમાં વિવિધ કેટેગરીના રોબોએ ભાગ લીધો હતો. આયોજકોના કહેવા મુજબ આ ટુર્નામેન્ટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એજયુકેશન અને રિસર્ચ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવેછે. આ રોબોકપનું ત્રીજુવર્ષ છે. રોબોની કેટેગરી મુજબ અલગ અલગ મેદાન બનાવવામાં આવ્યા હતા. મેચ દરમ્યાન જો કોઇ રોબો ડિસ્ચાર્જ થઇ જાય, તો એના ઓપરેટર રોબોને મેદાનમાંથી બહાર લઇ જઇને ચાર્જ કરી શકે છે.

(11:34 am IST)