Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બેલ્જિયમમાં યોજાઇ મુછાળા મરદોની ચેમ્પિયનશિપ

બેલ્જિયમ : ' મુછે હો તો મેરે જૈસી' એ ડાયલોગ બીલી શકે એવા દુનિયાભરના અુનંદા લોકો આજકાલ બેલ્જિયમના એન્ટવર્ષમાં એકઠા થયા છે. અહીં એકની દાઢી મુછ જુઓ બીજાની ભુલાઇ જાય એવી કારીગીરીઓ જોવા મળી છે. વાત એમ છે કે દરબે વર્ષે વર્લ્ડ બિઅર્ડ એન્ડ મેસ્ટેચ ચેમ્પિયનશિપનું આયોજન અલગ અલગ દેશોમાં થાય છે. આ વર્ષે વારો બેલ્જિયમના એન્ટવર્ષનો છે. આખુ વર્ષ લોકો પોતાના દાઢી-મુછની ખાસ આ દિવસ માટે સંભાળ રાખે છે.

આ વર્ષે એક ખાસ નમુનો જોવા મળ્યો હતો, જેમાં એક માણસ પોતાના માથા પાછળ બીજુ મોઢું દેખાય એ રીતે દાઢી-મુછ બનાવીને આવ્યો હતો. નકલી નાક અને ટોપી પહેરીને તેણે આગળ-પાછળ બન્ને બાજુ ચહેરા રચ્યા હતા. એક ખાસ વાત એ કે આ સ્પર્ધામાં સ્ત્રીઓપણ ભાગ લે છે. અલબત, મહિલાઓ નકલી દાઢી-મુછની સજાવટ સાથે આવે છે, અને એમાં માત્ર તેમની  ક્રિએટીવટીવીટીને ધ્યાનમાં રાખવામાં આવે છે.

(11:34 am IST)