Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

શું તમે જાણો છો કે એવી કઈ એપ્લિકેશન છે જેનો માત્રને માત્ર મહિલાઓ જ ઉપયોગ કરે છે ?

નવી દિલ્હી :આજે સ્માર્ટફોનના વધતા ચલણ અને ક્રેઝને પગલે ફોનમાં વિવિધ પ્રકારની એપ્લીકેશન આવવા લાગી છે. ત્યારે કેટલી એપ્લિકેશન ચોક્કસ  ઉંમર અને જેન્ડર માટે બનાવવામાં આવી છે.જયારે કેટલીક એવી એપ્લીકેશન છે જે ફક્ત મહિલાઓ માટે બનાવવામાં આવી છે.અને જેનો ઉપયોગ માત્રને માત્ર મહિલાઓ જ કરે છે. જેને કદાચ તમે જાણતા પણ હશો. 

Happy play time: આ ફીમેલ સેક્સ એજ્યુકેશન બેસ્ડ એપ્લીકેશન છે. happyplaytime.com પર પણ વિઝીટ કરી શકાય છે. એપલ itunesમાં રાખવા માટે નાપાડી દીધી હતી કારણ કે તેમને કહ્યું હતું કે તે ટર્મ્સ અને કન્ડીશનને ફુલફીલ કરતું નથી.

Boyfriend મેકર: આ એપ્લીકેશનની મદદથી તમે વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ બનાવી શકો છો. તેના લુકને બદલી પણ શકો છો. આ ઉપરાંત તેની સાથે ચેટ પણ કરી શકો છો. 
Period Tracker: આ એપ્લીકેશન મહિલાઓની પીરિયડ્સની તારીખ ટ્રેક કરવામાં મદદ કરે છે. જો તમે તમારી પીરિયડ્સની તારીખ ભૂલી જાવ છો તો આ એપ્લીકેશન તમારા માટે મદદરૂપ બનશે. 

Nailbook:આ એપ્લીકેશન બની છે નેલ લવર્સ માટે. આ એપ્લીકેશનમાં 25 હજારથી વધારે નેલ ડિઝાઇન્સ છે. 

Vanity Beauty Meter: આ ios એપ્લીકેશન છે. જાણીતી વેબસાઇટ 'Hot or Not'ના કોન્સેપ્ટ પર કામ કરે છે. આને ડેવલપર્સ  Funnymalsએ બનાવી છે. ગર્લ્સ આ એપ્લીકેશન પર પોતાનો ફોટો અપલોડ કરીને બ્યૂટિ રેટિંગ મેળવી શકે છે. 

Girls Easy Hairstyles Steps: પ્લે સ્ટોર પર અવેલેબલ આ એપ્લીકેશનમાં મહિલાઓ માટે હજારો હેરસ્ટાઇલ છે. લોન્ગ, શોર્ટ, મીડિયમથી લઇને વેવી અને કર્લી હેર માટે સુંદર હેરસ્ટાઇલ અવેલેબલ છે. 

(5:40 am IST)
  • શાપર વેરાવળમાં આવેલ એન્ટ્રી કાસ્ટ નામના કારખાનામાં ભયાનક આગ ફાટી નીકળી છે.વિગતો મેળવાય રહી છે. access_time 6:13 pm IST

  • ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. access_time 6:19 am IST

  • મિર્ઝાપુરના ભાજપના પૂર્વ સાંસદ રામસકલ વિરુદ્ધ ગુન્હો દાખલ : ચોરની તરફદારી કરવા પોલીસ ચોકીએ પહોંચેલા સાંસદ અને તેના સમર્થકોએ ચોકી ઇન્ચાર્જ સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો : શહેર કોટવાળીના ફતહા ચોકી ઇન્ચાર્જે કેસ દાખલ કર્યો access_time 7:47 pm IST