Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ઈંડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઈંડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં આજ રોજ 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. મોસમ વિજ્ઞાન અને ભૂભૌતિકી એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના જટકાના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની સુનામીની ચેતવણી આપવામાં નથી આવી. સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ મંગળવારના સવારના 6 વાગ્યાને 58 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેમજ તેનું કેન્દ્ર નિયાસ દ્વીપના 142 કિમિ દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્ર કિનારેથી 10 કિમિ નીચે હોવાનું જણાઈ રહ્યું છે.

(6:10 pm IST)