Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જાપાનમાં દુનિયાનું સૌથી નાનું બાળક ટૂંક સમયમાં ઘરે જશે

એક સફરજન જેટલા વજન સાથે જન્મેલઃ જન્મ સમયે એનું વજન માત્ર ૨૫૮ ગ્રામ હતું

ટોકિયો, તા.૨૦: જાપાનમાં ઓકટોબર મહિનામાં જન્મેલું દુનિયાનું સૌથી નાના કદનું બાળક- જેનું વજન એક સફરજન જેટલું છે- તે હવે બહારી દુનિયાનો સામનો કરવા તૈયાર થઇ ગયો છે, એમ ડોકટરોએ શુક્રવારે માહિતી આપી હતી.

રિયુસુકે સેકિયાનો જન્મ ૨૪ અઠવાડિયા અને પાંચ દિવસની પ્રસૂતિ બાદ ઇમરજન્સી સિઝેરિયન સેકશનથી થયો હતો. એની માતા તોશિકોને હાઇપર ટેન્શન હોવાથી ઇમરજન્સી સિઝેરિયન કરવાની ફરજ પડી હતી. જન્મ સમયે એનું વજન માત્ર ૨૫૮ ગ્રામ હતું જે અગાઉના જાપાનીઝ રેકોર્ડ ધારકના ૨૬૮ ગ્રામ વજન કરતા પણ ઓછું હતું.

પહેલી ઓકટોબર, ૨૦૧૮ના રોજ જયારે રિયુસુકેનો ટોકિયો હોસ્પિટલમાં જન્મ થયો ત્યારે તેની લંબાઇ ૨૨ સેન્ટિમીટર્સ હતી અને હોસ્પિટલમાં તેને નિઓનેટેલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યો હતો. તેને ટ્યૂબથી ખાવાનું આપવામાં આવતું હતું. કયારેક તેને માતાના દૂધથી ભીંજવેલા રૂના પૂમડાથી પોષણ આપવામાં આવતું હતું.

સાત મહિના બાદ આ બેબીનું વજન હવે ત્રણ કિલોગ્રામ થઇ ગયું છે. એને ટૂંક સમયમાં હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

'જયારે એ જન્મ્યો ત્યારે એટલો નાનો હતો કે મને ડર લાગતો હતો કે એને ટચ કરીશ તો પણ એ તૂટી જશે. હું બહુ જ ચિંતિત હતી. હવે એ દૂધ પીએ છે. અમે એને નવડાવી પણ શકીએ છીએ,' એમ બાળકની માતાએ જણાવ્યું હતું.

સૌથી નાની જીવિત રહેલી બાળકી જર્મનીમાં ૨૦૧૫માં જન્મી હતી, જેનું વજન માત્ર ૨૫૨ ગ્રામ હતું. આવા ટચૂકડા બાળકનો જીવિત રહેવાનો દર બાળકીના જીવિત રહેવાના દર કરતા ઘણો ઓછો છે.

(3:35 pm IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST