Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ફિલિપીન્સમાં ઇશુભકતોએ જાતે શૂળી પર ચડીને ગુડ ફ્રાઇડે મનાવ્યો

લંડન તા. ર૦: વિશ્વભરના કેથલિક શ્રદ્ધાળુઓ માટે ગુડ ફ્રાઇડે અત્યંત દુખ અને પીડાનો દિવસ હોય છે. ફિલિપીન્સનાં કેટલાંક ગામોમાં આ દિવસે શ્રદ્ધાળુઓ જીઝસની યાદમાં તેમની જેમ જ શૂળીએ ચડે છે. આ માટે ગામોમાં ખાસ ભજવણીઓ થાય છે. આ દિવસે યુવાનો પોતાના જ શરીરને વાંસ અને લોખંડની પતરીઓ દ્વારા ઘાયલ કરીને લોહીલુહાણ કરે છે અને એ જ અવસ્થામાં ગામમાં સરઘસ કાઢીને ઘૂમે છે. આ દિવસે ઇશુને રોમન સૈનિકોએ શૂળીએ ચડાવ્યા હતા એ ઘટનાને પણ લોકો ફરીથી ભજવે છે. આ ભજણીમાં લિટરલી ઇશુની જેમ જ હાથ અને પગે ખીલ્લા ઠોકાવીને ક્રોસ પર લટકી રહેવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અલબત્ત, મોટા ભાગના કેથલિક ચર્ચ આ બાબતનો વિરોધ કરે છે એમ છતાં શ્રદ્ધાળુઓ ગામની બહાર જઇને આવી ભજવણીઓ કરે છે. કેટલાક લોકો રોમન સૈનિકના વેશ ધારણ કરે છે. અને કેટલાક વડીલો ઇશુની જેમ પોતડી પહેરીને શૂળીએ ચડે છે. કેટલાક લોકો લગાતાર વીસ-પચીસ વર્ષથી દર વર્ષે આ રીતે શૂળીએ ચડે છે અને હવે મોત આવે ત્યાં સુધી દર વર્ષે આમ કરવાનું ઝૂનન ધરાવે છે.

(3:30 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST