Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મોડેથી ઊંઘ આવવી, અડધી રાત્રે ઊંઘ ઉડી જવી અનેક સમસ્યામાં ફાયદા થશે આ ઘરગથ્થું ઉપચારથી

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ ઉપર ઘણી બધી રીસર્ચ અને સ્ટડી કરવામાં આવી છે કે વ્યવસ્થિત ઊંઘ ન મળવાથી હાર્ટ એટેક, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરેનું જોખમ વધી જાય છે. આથી આજે અમે એવા કેટલાય ખોરાક લાગ્યા છીએ જે તમારી ઊંઘ વધારી શકે છે અને આ બધી બીમારીઓથી બચાવી લે છે.

બદામ : બદામમાં મેગ્રેશિયમ, ફાઈબર તેમજ એન્ટી-ઓકિસડન્ટ ખૂબ ઉંચી માત્રામાં હાજર હોય છે. મેગ્રેશિયમ ઊંઘની ગુણવત્તા સાથે જોડાયેલું તત્વ છે અને શરીરમાં મેગ્રેશિયમની ખામી તમારી ઊંધને અસર કરી શકે છે. આ ઉપરાંત બદામ, ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

મધ : મધમાં કુદરતી સુગર હોય છે જે ઈનસ્યુલીન લેવલ વધારે છે તેમજ ટ્રીપ્ટોફનને મગજમાં આરામથી આવવા દે છે.

ચેરીનું જ્યૂસ : યુનિવર્સીટી ઓફ  પેન્સીલવેનિયા અને રોચેસ્ટરના એક રીસર્ચમાં સાબિત થયું છે કે ચેરીનો જ્યુસ તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે ઊંઘ ન આવવાની બીમારી દૂર રાખે છે તેમજ મેલાટોનીનનું લેવલ વધારે છે.

દૂધ : દૂધમાં ટ્રીપ્ટોફન હોય છે જે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને ઊંઘ પણ સારી લાવવામાં મદદરૂપ થાય છે.

 

(10:07 am IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST