Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કાચી શાકભાજીને ફળો ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે

ઓટેગો તા.૨૦: કિવી, કેળાં, સફરજન જેવાં ફળો અને લીલાં પાનવાળી શાકભાજી, કાકડી અને ગાજર જેવી શાકભાજી કાચી ખાવાથી ડિપ્રેશન જેવા લક્ષણોમાં રાહત મળી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ફળો અને શાકભાજી રાંધીને અથવા તો કેનમાં પેક કરીને પ્રોસેસ્ડ ફૂડની સાથે ભેળવીને લેવામાં આવે એના કરતાં કાંચા અને નેચરલ ફોર્મમાં લેવામાં આવે તો માનસિક ડિસઓર્ડરના લક્ષણો હળવાં થાય છે. સાઇકોલોજિકલી વ્યકિત સારૃં ફીલ કરે તો એનાથી મૂડ પોઝિટિવ રહે છે અને જીવનમાં સંતોષની લાગણી વધે છે. ન્યુ ઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓટેગોના સિનિયર અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જયારે શાકભાજી અને ફળોને કોઇ પણ પ્રકારના મોડિફિકેશન વિના આહારમાં લેવામાં આવે છે ત્યારે એનો મેકિસમમ ફાયદો થાય છે. રાંધેલા, કેનપેકડ કે પ્રોસેસ કરીને રાખેલાં ફળો અને શાકભાજીથી એ ફાયદો નથી થતો. રાધર, પ્રોસેસ્ડ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પોષક તત્વો નાશ પામે છે. અભ્યાસકર્તાઓએ અમેરિકા અને ન્યુ ઝીલેન્ડના ૧૮ થી ૨૫ વર્ષના ૪૦૦ યંગસ્ટર્સનો અભ્યાસ કરીને આ તારવ્યું છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે ફળો અને શાકભાજી ખાવાનું કહેવામાં આવે છે. જો આ ચીજોથી મેન્ટલ હેલ્થ બેનિફિટ્સ મેળવવા હોય તો એ કાચી જ ખવાય એ જરૂરી છે.(૩.૧૧)

(4:28 pm IST)