Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દુબઈમાં ભીખ માંગવા બદલ જેલ અને ૯૦,૦૦૦ રૂ.નો દંડ

 અબુધાબી : સામાન્ય રીતે ભારતમાં આપણે ઘણીબધી જગ્યાઓ પર ઘણીવાર ભીખમાંગતા લોકોને જોઈએ છીએ અને તેઓસરળતાથી પૈસા મેળવવા માટે વિકલાંગતાનું નાટક કરતા જોવા મળે છે.આ રીતે ભીખ માંગવાથી તેમનું જીવનઆળસુ બનતું જાય છે. પરંતુ યુએઈ દ્વારાતાજેતરમાં જ ભિક્ષાવૃત્તિ વિરોધી સંઘીયકાયદો પસાર કર્યો છે. જેમાં ભીખમાંગનારને ૩ મહિના સુધીની જેલ અને પ૦૦૦ દિરહમ (રૂ.૯૦,૦૦૦)નો દંડ થઈ શકે છે.

આ કાયદા અંગેની જાહેરાત સંઘીય રાષ્ટ્રીય સમિતિ દ્વારા ભિક્ષાવૃત્તિનો અંત લાવવા માટે કરવામાં આવી હતી. જો ભિક્ષાવૃત્તિ માટે કોઈ ગેંગ ચલાવતું હશે તો તેને ૬મહિના સુધીની કેદ તથા ૧૦,૦૦૦ દિરહમનો દંડ ફટકારવામાં આવશે અનેજો કોઈ વ્યક્તિ તંદુરસ્ત હોવા છતાં પણ ભીખ માંગતો જોવા મળશે તો તેને કડકસજા ફટકારવામાં આવશે. ઉપરાંત જેભિખારીઓ લોકોને લાગણીઓથી, ખોટી વિકલાંગતાનું નાટક કરીને તેમનેે છેતરેછે, તેમને પણ કડક સજા ફટકારવામાંઆવશે. (૩૭.૧૩)

(4:26 pm IST)