Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

૧૩ વર્ષનો છોકરો કાર ચોરીને ભાઇબંધો સાથે ફરવા નીકળ્યો

વોંશીગ્ટન, તા.૨૦ : નવી જનરેશન કેટલી ફાસ્ટ અને નિયમો તોડવામાં માહેર છે એનો દાખલો તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં બન્યો. નોર્થ આઇલેન્ડના પારાપારાઉમુ ટાઉનની પોલીસને સુઝુકી સ્વિફટ કાર ચોરાઇ હોવાનો કોલ આવ્યો. તરત જ પોલીસ સાબદી થઇ ગઇ અને પેટ્રોલિંગ માટે નીકળી. એક કલાક પછી તેમને આ કાર રસ્તે જતી જોવા મળી. તરત જ એનો પીછો કરીને કાર રોકી તો ૧૩ વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો એટલું જ નહીં. એમાં બીજા સાત બાળકો પણ બેકસીટમાં હતાં. ૧૬ વર્ષનો એક છોકરો ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠો હતો અને  બાકીનાં બધાં જ બાળકો ૧૦થી૧૩ વર્ષના હતાં. જયારે તેમને રોકીને પૂછવામાં આવ્યું ત્યારે ૧૩ વર્ષના છોકરાએ કહ્યું કે તે ભાઇબંધી સાથે નાઇટ જોય-રાઇડ પર જવા માગતો હતો એટલે તેણે ભાઇબંધના ઘરની કાર કાઢી લીધી હતી. આ તમામ દોસ્તો અલગ-અલગ પરિવારના હતા અને નવાઇની વાત એ છે કે અડધી રાતે તેમનાં છોકરાં ગાયબ થઇ ગયાં છે એની જાણ પણ તેમના પરિવારને નહોતી.(૨૩.૮)

(4:23 pm IST)