Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટના કારણોસર 8ના મૃત્યુ:22 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તાકહરમાં એક શક્તિશાળી વિસ્ફોટના કારણોસર 2 સામાન્ય નાગરિકના મૃત્યુ નિપજ્યા છે  તેમજ 6 તાલિબાની આતંકવાદીઓ પણ મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ આ કારણોસર 22 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

પ્રાંતીય સરકારના પ્રવક્તા અબ્દુલ ખલીલ અસેરે શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ તાલુકાન શહેરના બહારના વિસ્તારમાં  ચીનાજયીમાં કરવામાં આવ્યો હતો જે સ્થાનિક સમયાનુસાર લગભગ 6 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તાલિબાની આતંકવાદીઓનું એક સમૂહ રસ્તા પર શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણને લગાવવા માટે તેને લઈને જઈ રહ્યા હતા.

(6:25 pm IST)