Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આ તો ગજબ કહેવાય: ચીનમાં બે હાથી દારૂનો નશો કરીને થઇ ગયા ટુન…….

નવી દિલ્હી: હાથીઓ પણ એટલો બધો દારૂ પીવે છે કે પીધા બાદ તેમને ભાન નથી રહેતું. આ તસવીર પણ કંઇક એવી જ છે. તસવીરમાં જે બે હાથી શાંતિથી સુતેલા દેખાય છે, તે ખરેખર સુતા નથી પણ દારૂ પીધા બાદ ટલ્લી થઇને પડયા છે.

આ તસવીર ચીનના યુનાન વિસ્તારની છે. જ્યાં 14 હોથીઓનું એક ટોળું ખોરાકની શોધમાં ફરતું ફરતું ગામમાં આવી ચડયું હતું, જ્યાં તેમને દારૂનો જથ્થો મળી ગયો. આમ પણ હાથીનો દારૂ પ્રેમ જગજાહેર છે. બસ પછી તો હાથીઓ 30 કિલો કરતા પણ વધારે દારૂનો જથ્થો સાફ કરી ગયા. ત્યારબાદ નશો ચડતા ટલ્લી થઇને સુઇ ગયા.

(6:22 pm IST)