Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પત્ની સાથે ચીટિંગ કરીને ખાનગી ટ્રીપ કરવી પતિને ભારે પડી:પરત આવતા કોરોનાગ્રસ્ત થઈને આવ્યો

નવી દિલ્હી: એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરી ખાનગી ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ પડ્યું છે. પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે કોરોનાગ્રસિત થઈને આવ્યો હતો. પતિના અફેરનો ખુલાસો ત્યારે થયો જ્યારે આઈસોલેશન સેન્ટરમાં સ્વાસ્થ્ય અધિકારીઓેએ તેની પૂછપરછ કરી.

આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં રહેતા એક શખ્સનું અન્ય મહિલા સાથે અફેર હતું. જે પોતાની પત્નીને અંધારામાં રાખી ખાસ ટ્રિપ પર ઉપડી ગયો હતો. આ બંને ઈટલી ગયા હતા, જ્યાં તે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો. આ ટ્રીપ પતાવીને જ્યારે આ વ્યક્તિ પાછો આવ્યો ત્યારે તે ઈંગ્લેન્ડ પાછો આવ્યો તે પહેલા તો બિમાર થયો, ત્યાર બાદ જ્યારે ચેકઅપ કરાવ્યું તો, ખબર પડી કે, તે કોરોના પોઝિટીવ છે.

(6:21 pm IST)