Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સ્પેનમાં એકાંતવાસ સહન ન થતાં આ ભાઈ ડાયનાસોર બનીને ફરવા નીકળી પડ્યા

લંડન,તા.૨૦:કોરોના વાઇરસને કારણે અનેક દેશોમાં લોકોને ઘરમાં ભરાઈ રહેવું પડે છે. સ્પેન એમાંનો એક દેશ છે. જોકે અહીંના મુર્સિયા શહેરના એક ભાઈથી એકાંતવાસ સહન ન થતાં તેઓ ડાયનાસોરના આકારનો જાયન્ટ ટી-રેકસ કોસ્ચ્યુમ પહેરીને બહાર નીકળી પડ્યા હતા. તેમના આવા વિચિત્ર વેશને કારણે બધા તેમની સામે જોયા કરતા હતા. પોલીસ પણ આશ્ચર્ય રોકી ન શકી. એક પોલીસ અધિકારીએ એનો વિડિયો ઉતારીને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસે તેને રોકીને થોડી પૂછપરછ કરી ત્યાર બાદ એ માણસ ઘર તરફ પાછો વળ્યો હતો.

ટ્વિટર પર પોસ્ટની નીચે લખેલી કેપ્શનમાં લખ્યું છે કે ઇમર્જન્સીમાં પાળેલા પશુ સાથે એક જણ બહાર નીકળી શકે છે.

પશુઓને રાહત માટે ટૂંકા અંતર સુધી ચલાવવું. જોકે એ પશુઓની યાદીમાં ડાયનોસોરનો સમાવેશ નથી એટલે ઘરમાં રહો એ જ સારું. આ પોસ્ટના ૫૦ લાખ વ્યુ અને ૬૧,૦૦૦ રીટ્વીટ થયાં છે.

(4:08 pm IST)